| Vedik mathematics | વૈદિક ગણિત | વર્ગમાં અંતમાં 5 આવે તેનો વર્ગ ફટાફટ થઈ જશે | Basic maths |
| maths easy way to vedik maths |
ચાલો સમજીએ.....
અંતમાં 5 હોય તેવી સંખ્યાઓનો વર્ગ કરવો. વર્ગ કરવો એટલે સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણવું. આપણે જોઈ લઈએ કે 5 થી અંત થતી સંખ્યાઓનો વર્ગ કેવી રીતે કરવો. 25 વર્ગ શોધો.
❤ સ્ટેપ એક - આપેલ સંખ્યામાં પ્રથમ સંખ્યા 2 છે બીજી સંખ્યા 5 છે , તો પ્રથમ સંખ્યાને તરત તેનાં પછીની સંખ્યા સાથે ગુણાકાર કરીશું અને અંતમાં 5 હોય છે તેનો વર્ગ કરીશું.....
......જેમ કે 25 .... માં પ્રથમ 2 તરત પછીની સંખ્યા 3 એટલે 2 * 3 = 6 આવે.
અને
❤ બીજું પગથીયું 5 નો વર્ગ કરીશું 25
હવે પ્રથમનું પ્રથમ મુકીશું બીજાનું બીજું
625. એ આપણો જવાબ હશે....
તે જ રીતે .......
* 75 નો વર્ગ શોધો. 75
5625
સંખ્યામાં 5 સિવાયનો અંક 7 છે. 7 પછી 8 આ અંક આવે છે. આપણે 7 ને 8 વડે ગુણીએ તો જવાબ મળે 56. પછી , આપણે છેલ્લા અંકોનો ગુણાકાર કરીશું અને 25 ને 56 ની બાજુમાં મૂકતાં જવાબ મળે 5025. જવાબ આવે તો તે જ પ્રમાણે.....
95 નો વર્ગ શોધો.
સંખ્યામાં 5 સિવાયનો અંક 9 છે. 9 પછી 10 આવે. જ્યારે 9 ને 10
ગુણીએ તો જવાબ 90 મળે. અંતે, ઉભી રીતે જમણી બાજુના અંકોને ગુણતાં જવાબ મળ 25. 25 ને 90 ના બાજુમાં લખો. આ રીતે 95 નો વર્ગ એ 9025 થાય છે.
❤ 105 નો વર્ગ શોઘો,
ઉપર આપણે જેટલા ઉદાહરણ જોયા, તે બધી બે સંખ્યાઓ હતી.
પણ આ જ પધ્ધતિનો કેટલા પણ અંકની સંખ્યા માટે ઉપયોગ કરી શકાય, આ ઉદાહરણમાં આપણે ત્રિઅંકી સંખ્યા 105 નો વર્ગ શોધવાનો પ્રયત્ન કરશું.
સંખ્યામાં 5 સિવાયના અંકો 1 અને 0 એટલે કે 10 છે. 10 પછી 11 આવે, આપણે 10 ને 11 વડે ગુણીએ તો
જવાબ 110 આવે છે તેની પાછળ 25 મૂકતાં અંતિમ જવાબ
...... 11025 મળે.
.......માટે 105 નો વર્ગ 11025 છે.
તમે જોઇ શકો છો કે જે સંખ્યાના અંતમાં 5 હોય, તવી સંખ્યાનો વર્ગ કરવો કેટલો સહેલો છે. ખરેખર તો તમે 5 થીં અંત થતી સંખ્યાનો વર્ગ મનમાં જ માનસિક રીતે જ ગણી શકો છો. 5 સિવાયની સંખ્યાને તેની ક્રમિક સંખ્યા એટ્લે કે તરત પછીની સંખ્યા સાથે ગુણો અને પછી છેલ્લા અંકોનો ગુણાકાર (5 * 5) કરી તેની પાછળ મૂકો.
આ કોઇ જાદુ નથી હા પણ જાદુથી કંઈ ઓછું પણ નથી... હો...અને આજ છે વૈદિક ગણિત જે ભારત દેશના ગણિતશાસ્ત્રીની દેન છે.....
સ્વામી શ્રી ભારતી ક્રુષ્ણ તીર્થજી મહારાજ
થોડા વધુ ઉદાહરણોઃ
65*65______
35*35______
75*75______
તો આ રીતે આપણે જોયું કે આ પધ્ધતિ બધા જ ઉદાહરણોમાં લાગુ પડે છે.
આ જ રીતે છેલ્લે 5 આવે એટલે તેનો વર્ગ અને આગળની સંખ્યા ક્રમિક ગુણાકાર કરવાથી જવાબ સેકન્ડમાં જ મળી જશે..
જોષીસરના જય શ્રી કૃષ્ણ
0 ટિપ્પણીઓ