| B.Ed_M.Ed imp topics vaad|vaad in Education imp topics.| બી.એડ. પરીક્ષા શિક્ષણમાંવાદ _વાસ્તવવાદ _ આદર્શવાદ _ વ્યવહારવાદ _  પ્રકૃતિવાદ.|

                          નમસ્કાર તાલીમાર્થીઓ તેમજ શિક્ષણ સાથે જોડાયેલા વાદના ટોપિકને સમજવા તત્પર એવા તમામ વિદ્યાર્થીઓને સૌપ્રથમ તો જોષીસર ના જય શ્રી કૃષ્ણ આ ટોપિક અંતર્ગત આપણે શિક્ષણ અંતર્ગત મુખ્ય વાદની સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. આ પોસ્ટને વાંચ્યા પછી 100 સો ટકા સંપૂર્ણ વાદ સમજાઈ જશે, તેવી આશા સાથે જોષીસરના જય શ્રી કૃષ્ણ તો ચાલો વાતની શરૂઆત કરીએ..sorry વાદની શરૂઆત કરીએ.

શિક્ષણમાં વાદ મુખ્યત્વે ચાર પ્રકારના રહેલા છે , તેમાં અતિપ્રાચીન અને  પ્રાચીન વિચારસરણીથી જોડાયેલો વાદ એટલે ......આદર્શવાદ .

   આદર્શ વાદ ના પ્રણેતા ધ રિપબ્લિક પુસ્તકના લેખક પ્લેટો જે આદર્શ વાદ ના પ્રણેતા છે . અને પ્લેટોનું આદર્શ નગર તેમનું પુસ્તક અંતર્ગત મુખ્યત્વે આદર્શવાદની ચર્ચા જોવા મળે છે .


                  આદર્શવાદી મત મુજબ આધ્યાત્મિકતા  કે ચિંતન એ જ અંતિમ સત્ય છે તેઓ માને છે કે વસ્તુ કે ભૌતિકતા નાશવંત છે જ્યારે વિચાર કે આધ્યાત્મિક જગતએ ક્યારેય નાસવંત નથી.


                 તેઓ સ્વાભાવિક રીતે આધ્યાત્મિકતામાં માનનારા હોવાથી આ વાદમાં શિક્ષણમાં પુરાણો ધર્મગ્રંથો અનુસાર શિક્ષણ તેમજ ગુરુ શિષ્ય સંબંધમાં ગુરુનું સ્થાન ઉંચું અને શિક્ષણમાં તેમના હેતુઓ પણ આધ્યાત્મિક અને ચારિત્ર્ય ને લગતા સાથોસાથ શિસ્તની બાબતમાં પણ કડક સિસ્ટમમાં માનનારો  વાદ એટલે આદર્શવાદ તેના વિશે વધુ ચર્ચા અને સમજવા માટે નીચે આપેલ પર ક્લિક કરો....... વિડીયો જોવાથી ખ્યાલ આવી જશે....... ખરેખર આદર્શવાદ શું છે.





આદર્શવાદ............     
            ...........   
         ........... પછીનો બીજો વાદ  એટલે પ્રકૃતિવાદ જે સર્વસ્વ પ્રકૃતિને જ અંતિમ સત્ય તરીકે સ્વીકારે છે, તેના માટે પ્રકૃતિ કે ભૌતિકતા જ અંતિમ સત્ય છે , જો આમ પ્રકૃતિમાં જ માનનારો વાદ એટલે પ્રકૃતિવાદ




                  પ્રકૃતિવાદ ના પ્રણેતા જીન જેક રુસો જેમને એમિલ નામના પુસ્તકમાં પ્રકૃતિવાદની વિચારસરણી ભરપૂર જોવા મળે છે

                પ્રકૃતિવાદ અનુસાર શિક્ષણની સંકલ્પનામાં પણ પ્રકૃતિને મહત્વ આપી તેના હેતુઓ પણ પ્રકૃતિ સંદર્ભ અનુશાર વિશેષ આપેલા છે , જેમાં બાળકને પ્રકૃતિ અનુસાર ખીલવા દેવાનો છે . એક બગીચામાં માળીનું કામ હોય છે તે રીતે શિક્ષકે  બાળકને ખીલવા દેવાનો છે , માત્ર જરૂર જણાય ત્યાં જ માર્ગદર્શન આપવાનું છે આવું હોવાથી કહી શકાય કે .........

                           પ્રકૃતિવાદ અનુસાર શિક્ષકનું સ્થાન ગૌણ છે અને બાળકને પોતાની રસ રુચિ અનુસાર શિક્ષણ આપી ખીલવા દેવાનો છે, તેમના પ્રાકૃતિક વિકાસમાં ખલેલ પહોંચાડવાની નથી માટે તેમનો શિસ્ત પણ જોઈએ તો મુક્ત શિસ્તમાં  માનનારો વાદ એટલે પ્રકૃતિવાદ જેના વિશે વધુ સમજવા નીચેનો વિડીયો પર ક્લિક કરો અને જોઈ શકો છો જેનાથી વધુ સમજાઈ જશે,,,,,






હવે પ્રકૃતિવાદ બાદ..............

             .............. હવે આપણે વાસ્તવવાદ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે વાસ્તવવાદએ મુખ્યત્વે વાસ્તવિક પરિસ્થિતિ કે વસ્તુ કે વાસ્તવીકતામાં જ માનનારો વાદ એટલે વાસ્તવમાં વાદ,,,,,




             વાસ્તવવાદના પ્રણેતા હર્બટ સ્પેન્સર મુખ્યત્વે રહેલા છે ,જેને યથાર્થવાદ તરીકે પણ ઓળખી શકાય છે જે યથાર્થ હશે કે  ભૌતિકના સંદર્ભે જોઈ શકાય છે , જે વસ્તુ કે ભૌતિકતાજ માં જ  માનનારો વાદ  એટલે વાસ્તવવાદમાં તે શિક્ષણના સંદર્ભમાં પણ બાળકને વાસ્તવિક સમાજમાં જીવન સુખેથી જીવી શકે તેમના માટે તેવા વિષયો વ્યવસાયલક્ષી અને વાસ્તવિકતામાં જ માનનારો વાદ એટલે વાસ્તવવાદ.


                                    વાસ્તવવાદ શિસ્તની બાબતમાં કડક શિસ્ત અને  મુક્ત શિસ્ત બંનેનો સમન્વય થયેલું પ્રભાવશાળી શિસ્તનો સ્વીકાર  કરે છે.

                      વાસ્તવવાદ અને વધુ સમજવા નીચે આપેલ વીડિયો પર ક્લિક કરી જોઈ શકો છો અને વિડિયોની મદદથી સંપૂર્ણ વાતને સમજી શકશો.......





                  શિક્ષણના સંદર્ભમાં ત્યાર પછીનો વાદ  એટલે વ્યવહારવાદ............................;;

............................ વ્યવહારવાદએ મુખ્યત્વે વ્યવહારના સંદર્ભમાં જ રહેલ અથવા એમ કહી શકાય કે વ્યહવાર અંતર્ગત કે વર્તમાન અંતર્ગત જે ઉપયોગી છે કેમ કે તે અંતિમ સત્ય તરીકે જે ઉપયોગમાં આવી શકે તે જ મહત્વનું છે ,તે જ અંતિમ સત્ય છે , તેના સંદર્ભમાં ચકાસણી કરીને સ્વીકાર કરતો વાદ એટલે વ્યવહારવાદ .



                 વ્યવહારવાદ ના પ્રણેતા મુખ્યત્વે વિલિયમ જેમ્સના ફાળે રહે છે , તેમ છતાં વ્યવહારવાદમાં કિલ
-  પેટ્રિક અને જ્હોન ડ્યુહીનો  પણ મહત્વનો ફાળો રહેલ છે 

              વ્યવહારવાદએ મુખ્યત્વે વ્યવહારિકતા જ્ઞાનમા ( પ્રાયોગિક) જ માનતો હોવાથી શિક્ષણના સંદર્ભમાં પણ વ્યવહારમાં ઉપયોગી થાય તેવું કાર્ય શિક્ષણ એ સત્ય છે , તેના અંતિમ સત્યમાં પણ તે વ્યવહારમાં ઉપયોગી હોય વ્યવહારમાં અનુભવેલું તે સત્ય તરીકે સ્વીકારેલ છે. વ્યવહારવાદના હેતુઓ પણ વ્યવહારિક જીવનમાં ઉપયોગી હોય એવા તમામ હેતુઓ અને સાથોસાથ વ્યવહારવાદએ શિક્ષકના સંદર્ભમાં કે શિક્ષણના સંદર્ભમાં પ્રયોગાત્મક ભૂમિકા ઉપર વધુ ભાર આપનારએ વ્યવહારવાદ છે.

      પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્યત્વે શિક્ષણના અમલના પાયામાં વ્યવહારવાદ જ  રહેલ છે.


.. હજુ વિશેષ સમજવા માટે નીચે આપેલ વીડિયો પર ક્લિક કરો અને વ્યવહારવાદ વિશે સંપૂર્ણ સમજો.





                  ઉપરોક્ત તમામ વાદ એટલે કે આદર્શવાદ , પ્રકૃતિવાદ ,  વાસ્તવવાદ  અને વ્યવહારવાદ  આ તમામ  વાદની સંપૂર્ણ માહિતી તમને ખૂબ ઉપયોગી નીવડશે અને વાંચન માટે તમારે પીડીએફની પણ જરૂર હોય તો આ પોસ્ટમાં નીચે આપેલી લિંક પર ક્લિક કરો જેનાથી ચારે ચાર વાદની પીડીએફ પણ તમને મળી જશે..



                છેલ્લા 5 વર્ષના સૌરાષ્ટ્ર યુનિ. ના સીસી-3 નું અને સીસી-4 નું સંપૂર્ણ સોલ્યુશન સાથે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.

⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓



⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓⇓



         ચાલો વાદ  સમજાઈ ગયા  હશે એવી આશા સાથે જોષીસરના જય શ્રી કૃષ્ણ અને કદાચ કોઈ પ્રશ્નો હોય તો મારા મોબાઇલ નંબર પર whats up પર  મેસેજ કરો અને તમારું નામ ,  કોલેજનું નામ તેમાં સેન્ડ કરી મારા બ્રોડકાસ્ટ ગ્રુપમાં એડ add થઈ શકો છો, તેના માટે તમને મારો નંબર જોઈએ છે તો મારો મો. નંબર છે 9879325359


mo,,,9879325359 joshisir 

                  જોષીસરના જય શ્રી કૃષ્ણ ..

              વિડિયો અને પોસ્ટ સારી લાગે તો તમારા અન્ય ગ્રુપમાં શેર કરજો અને ........
JOSHISIR Official youtube પર સબ્સ્ક્રાઇબ કરી તમામ B.ED ને લગતા વીડીયોની માહિતી મેળવતા રહેશો 
 
My You Tube ........↓↓↓↓↓↓↓



JOSHISIR .......જયશ્રીકૃષ્ણ