| ક્રિયાત્મક સંશોધન| action research plan | teacher research |



સમસ્યા વગરની દુનિયા હોય શકે જ નહીં ....

વર્તમાન સમયમાં માનવે મનોવૈજ્ઞાનિક બાબતો વિશે જે જ્ઞાન મેળવ્યું છે તે વૈજ્ઞાનિક સંશોધનનું પરિણામ છે ..

ઉપનિષદમાં શિક્ષકને સર્જક અને શોધક કહ્યો છે. ..


સંશોધનના મૂખ્ય ત્રણ પ્રકાર છે 


1 મૂલગત સંશોધન
 ( પાયાનું સંશોધન ,બુનિયાદી સંશોધન ,શૂધ્ધ સંશોધન )

2 વ્યાવહારિક સંશોધન 

3 ક્રિયાત્મક સંશોધન 

1 મૂલગત સંશોધન ( પાયાનું સંશોધન ,બુનિયાદી સંશોધન ,શૂધ્ધ સંશોધન )


 --  આવા સંશોધનોમાં નિષ્કર્ષો- નિયમો તારવવાવમાં આવે છે 

---  મુખ્ય ધ્યેય શુધ્ધ  વૈજ્ઞાનિક જ્ઞાનમા વધારો કરવાનો છે 

---- સંશોધનનું માળખું ચુસ્ત અને નિશ્ચિત હોય છે 

2 વ્યાવહારિક સંશોધન 

-- એક વ્યક્તિનું  જુદી જુદી રીતે વર્તન હોય છે, તેવી સમસ્યાને તપાસે કે જુદી જુદી વર્તન તરહ  એક વ્યક્તિની  આવે  તેવી બાબતને ધ્યાને લઈ  સ્પર્શતું સંશોધન 

-- અનૌપચારીક સંશોધન કહી શકાય ..

-- અનિશ્ચિત સંશોધન પણ કહી શકાય . 

--- જગડા( બાજવું ) ઉકેલ લાવવા માટે 

3 ક્રિયાત્મક સંશોધન (રોજબરોજની સમસ્યા માટેનું ) ( અમેરિકાની દેન )

..........માટે ક્રિયાત્મક સંશોધન વિશે  જાણવું અનિવાર્ય બન્યું છે શિક્ષક પોતે શાળામાં કંઈક સુધારણા કાર્યમાં ફાળો આપી શકે માટે ક્રિયાત્મક સંશોધન શિક્ષકોનું ,  શિક્ષકો માટેનું ,  અને શિક્ષકો દ્વારા થતું સંશોધન છે.

કાઇક નવું જાણવા માટે કરાતું નાના પાયાનુ સંશોધન ..:

❤ સમસ્યાઓ વિશે થોડી સમસ્યા વિશે  સમજીએ કેવી કેવી હોય શકે 

☺કોઇ  એક વર્ગના બાળકોના હસ્તાક્ષર સારા થતાં નથી 

☺ કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ બેન્ચ પર લખાણ લખે છે 

☺ કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ દીવાલ  પર લખાણ લખે છે
 
☺ વિદ્યાર્થીઓ  પ્રયોગકાર્યમાં રુચિ દાખવતાં નથી 

☺ કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ  ગણિત વિષયમાં નબળાં છે 

 ☺ કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ  નકશાપૂર્તિમાં ભૂલ કરે છે  

☺ કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ  વિજ્ઞાન  વિષયમાં નબળાં છે  

☺ કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ  નિયમિત ગૃહકાર્ય લાવતા નથી 
  
☺ કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ  સંસ્કૃત  વિષયમાં નબળાં છે  

☺ કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ સહ અભ્યાસિક પ્રવુતિમાં ભાગ  લેતા નથી 

☺ કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ  રમતમાં  ભાગ  લેતા નથી 

☺ કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ  વકતૃત્વ સ્પર્ધામાં  ભાગ  લેતા નથી 

☺ કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ ના વાલીઓ વાલી મિટિંગમાં  ભાગ  લેતા નથી 

☺ કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ ગુજરાતી  વિષયમાં જોડણી ભૂલો કરે છે  

☺ કોઈ એક ક્લાસના વિદ્યાર્થીઓ  રિશેષ દરમિયાન ચોરી કરે છે . 


☺☺☺☺☺નીચે આપેલ વિડીયો પર ક્લિક કરો અને વિડીયો પર વધુ સમજ મેળવો ☺☺☺☺




☺☺☺☺☺☺☺☺☺☺☺



સૌ પ્રથમ ક્રિયાત્મક સંશોધન શબ્દ પ્રયોગ કોલિયરે કર્યો..


શિક્ષણક્ષેત્રમાં સૌ પ્રથમ પ્રયોગ કરનાર અમેરિકન નિષ્ણાંત ડો.. સ્ટીફન કોરએ 1957 માં રજુ કર્યો..

જેથી તેમને આપણે શિક્ષણક્ષેત્રે નાં ક્રિયાત્મક સંશોધન ના પ્રણેતા ડો. સ્ટીફન કોરને ગણાવી શકાય છે...

...... તેમના મત મુજબ શિક્ષણમાં સંશોધનનું મહત્વ આપણે ભાગ્યે જ સમજીએ છીએ અને કદાચ મહત્વ સમજતા હોઈએ તો પણ દરરોજ શિક્ષણ કાર્યમાં આડી આવતી સમસ્યાઓના સંદર્ભમાં ભાગ્ય સંશોધનો હાથ ધરવામાં આવે છે , પરંતુ સંશોધનએ શિક્ષક માટે અભિન્ન અંગ છે કે સાચો શિક્ષક એ સાચો સંશોધક પણ હોવો જોઈએ જે સંશોધન સાથે જોડાયેલો છે તે સ્વીકારવું જ રહ્યું માટે આપણે એક શિક્ષક તરીકે નાના પાયાનો સંશોધન કરવું એ અનિવાર્ય બની રહે છે.

 
...... ટૂંકમાં...વર્ગખંડમાં ઊભી થયેલ સમસ્યા માટેનું સંશોધન અને શાળામાં ઘણી સમસ્યા/પ્રશ્ર્નો જાણવા તેમજ તેની સમસ્યા દૂર થાય માટે તેના માટે હાથ ધરવામાં આવતું સંશોધન એટલે ક્રિયાત્મક સંશોધન.....

        જે વૈજ્ઞાનિક ઢબે હાથ ધરવામા આવે છે ... વૈજ્ઞાનિક ઢબે હાથ ધરવામાં આવતું હોવાથી ચોક્કસ સોપાનોને પણ અનુસરવું પડે તેમજ ક્રમિકતા જાળવીને વૈજ્ઞાનિક ઢબે આ કરવું પડે તો જ તેના કારણો અને તેના પરિણામો વિશ્વસનીય મળી રહે આવી ચોક્કસ પ્રક્રિયા હોવાથી જ ક્રિયાત્મક સંશોધન એ નાના પાયાનું શિક્ષક સંશોધન પણ કહેવામાં આવે છે જે શાળા કોલેજોમાં રોજબરોજની સમસ્યાઓના સંદર્ભે હાથ ધરવામાં આવતું સંશોધન એટલે ક્રિયાત્મક સંશોધન...

હજુ વધુ સંકલ્પનાં સમજવા માટે કેટલીક વ્યાખ્યાઓ જોઈએ.. 


" ક્રિયાત્મક સંશોધન એ કેળવણી ક્ષેત્રની નાની સિંચાઈ યોજના છે "

--------- ગુણવંત શાહ



                        " ક્રિયાત્મક સંશોધન એ એક એવી પ્રક્રિયા છે જેમાં કોઈ પણ સંશોધનકર્તા પોતાની સમસ્યાનું વૈજ્ઞાનિક ઢબે એટલા માટે અધ્યયન કરે છે કે જેથી તે પોતે વિચારેલા કાર્યો અને નિર્ણયોમાં માર્ગદર્શન મેળવી શકે સુધારણા હાથ ધરી શકે અને મૂલ્યાંકન કરી શકે " 

                                                                                                                                ----- સ્ટીફન કોર




             " પોતાની સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ચકાસી , અભ્યાસ કરી , પોતાને માર્ગદર્શન મળે , પોતાની કાર્ય પદ્ધતિમાં સુધારણા કરી શકાય, પોતાના નિર્ણયો અને કાર્યો ચકાસી શકાય એવા પ્રયાસોને કે એવી પ્રકિયાને ક્રિયાત્મક સંશોધન કહેવાય છે " 
             
                                                                                                                                                                   ----- સ્ટીફન કોર


" ક્રિયાત્મક સંશોધન શિક્ષકો, નિરીક્ષકો તેમજ સંચાલકોને પોતાના કાર્યો તેમજ હેતુઓની ફલશ્રુતિ માટે પ્રયોગ કરવા માટેનું સંશોધન છે ".
..                                                                                                                                                                    .....ગુડ.........


❤ લાક્ષણિક્તાઓ 

☝ શિક્ષકને સ્વ સહાય માટે હાથ ધરાય છે.

☝ નાના પાયાનું સંશોધન છે

☝ વિજ્ઞાનિક ઢબે હાથ ધરવામાં આવે છે.

☝ શિક્ષણનું શિક્ષક સંશોધન છે.

☝ રોજબરોજની વર્ગખંડની સમસ્યાનું સમાધાન કરવા માટેનુ સંશોધન છે.

☝ શિક્ષકો માટેનું અને અને શિક્ષકો દ્વારા થતું સંશોધન છે .

☝ વર્ગ સુધારણા માટેનું સંશોધન છે .

☝ શિક્ષણમાં સુધારા સાથે નાવીન્ય લાવવાનું સંશોધન છે.

☝ વર્ગશિક્ષણ અસરકારક અમલીકરણ બાબત નું સંશોધન છે.

આમ , ટૂંકમાં ઉપરોક્ત તમામ માહીતી મુજબ કહી શકાય કે ઘણી સમસ્યાઓ જાણવા અને તેને દૂર કરવા  થાય તેના માટે શિક્ષણનું શિક્ષક દ્વારા થતું સંશોધન છે.




❤ સોપાનો 

1 સમસ્યા પસંદગી :


સમસ્યાને દર્શાવાય છે 

2 સમસ્યા ક્ષેત્ર ::


સમસ્યા અંગે ચોક્ક્સ શહેર અને શાળા સિમિત પૂરતું છે તેવું ક્ષેત્ર મર્યાદા બાંધવામાં આવે છે 

3 સમસ્યા સંભવિત કારણો ::


ક્યાં ક્યાં કારણો હોય શકે છે તે જાણી શકાય છે ?
વિચારી શકાય છે.

4  પાયાની જરૂરી માહિતી એકત્રીકરણ ::


 પાયાની જરૂરિયાત હોય તે મુજબ સમસ્યા અંગે ચોક્ક્સ માહીતી માટે પ્રશ્નાવલી,કે અન્ય ઉપકરણ દ્રારા માહિતી મેળવવાની હોય છે 
 

5  ઉત્કલ્પનાઑ ::


સંભવિત કારણો અંગે ભવિષ્ય સૂચક સમાધાન કરવા માટે વિધાનો રચના કરવામાં આવશે 

6  પ્રયોગ કાર્યની રૂપરેખા ::


ચોક્ક્સ રુપરેખા નક્કી કરવામાં આવે છે 

7  પૃથકરણ અને અર્થઘટન ::


માહિતીની બાબતો સંદર્ભે સરખામણી તુલના વગેરે દ્વારા data analytics કરવામાં આવે છે આ સોપાન માં.


8  તારણ અને અનુકાર્ય::


 પરિણામો અંગે ભવિષ્ય સૂચક સમાધાન કરવા માટે વિધાનો રચના કરવામાં આવશે અને તારણો અંગે મર્યાદા રહેલ હોય તો તે અર્થે અનુંકાર્ય દ્વારા મર્યાદાને થોડા અંશે દૂર કરાય છે 





વધુ  આવી  પ્રાયોગિક ઉપયોગી  પોસ્ટ માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો જેમાં તમને બધી બી. એડ. ને લગતી માહિતી  મળી રહેશે ............❤


કોઈ પણ બાબતની બે બાજુ હોય છે કે જે એક સિક્કાની બે બાજુ સમાન મહત્વ અને મર્યાદા અચૂક હોય જ પછી એ કઇ પણ હોય તો ક્રિયાત્મક સંશોધન તેમાં કઈ રીતે બાદ રહી શકે.

તો ચાલો મહત્વ / ઉપયોગિતા / વિશેષતા/ ઉપયોગિતા વિશે સમજીએ..

____ મહત્વ.........


✔️  શિક્ષકોની સજજતામાં ક્રિયાત્મક સંશોધન થકી વધારો થાય છે.

✔️ સમસ્યાને સમજવા માટે સૂઝ પ્રાપ્ત થાય છે.

✔️ શે. કાર્યને સફળ અને અસરકારક બનાવી શકાય છે.

✔️ શે. કાર્ય પદ્ધતિમાં સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉપયોગી છે.

✔️ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે

✔️ વિદ્યાર્થીઓના વર્તન અંતર્ગત સુધારણા માટે મહત્વનું છે. 

✔️ શાળકક્ષાએ વાતાવરણ પ્રસ્સન બનાવી શકાય છે.

✔️ વિજ્ઞાનિક ઢબે હાથ ધરવામા આવે છે માટે પરિણામો અંગે વિશ્વનીયતા વધું રહે છે.



આમ, મહત્વ એટલે સારી બાબતો કે સારા પાસે અંગે મૌલિકતા વાપરી ઉપરોક્ત મૂજબ દર્શાવી શકાય છે...

હવે આપણે મર્યાદા તરફ જઈએ..


_______મર્યાદા............

👍 આ પ્રકારના સંશોધનો સમસ્યા ઉકેલની પ્રાથમિક તપાસ માટેના જ હોય છે .

👍 જો શિક્ષકો તજજ્ઞ ન હોય તો ક્રિયાત્મક સંશોધન પ્રત્યે ઉદાસીનતા સર્જાય છે.

👍 આવા સંશોધનો દ્રારા માહિતી કે ઉકેલ માત્ર કોઈ એક કે શાળા પૂરતા સિમિત રહે છે .

👍 સમય અને સંજોગો દૃષ્ટિએ ખર્ચાળ છે .

👍 બધા જ શિક્ષકો આવી સૂઝ પ્રાપ્ત થાય તેવા કાર્યોમાં સહભાગી બનતા નથી..



click to video and play all information action research 
 
ક્રિયાત્મક સંશોધનના તમામ પાસાઓ સહિતની માહિતી આપતો સંપૂર્ણ વિડીયો ક્લિક કરી પ્લે કરો ...........



ટૂંકમાં મર્યાદા .....ગેરલાભ માં તેમની દોષના સંદર્ભમાં વાતો કરવાની રહે છે....જેમાં મોલીક મુદ્દા બનાવી મર્યાદા દર્શાવી શકાય છે.

નાના ઉદાહરણ તરીકે સમજવું 😹 હોય તો સમજીએ કે માની લો કે કોઈના લગ્ન હોય તો તેના જ ગીત ગવાય તે મહત્વ દર્શાવે છે અને જેવા લગ્ન પૂરાં થયાં કે ઘરે આવી ત્યાંના પ્રસંગમાં ભૂલોની વાતો કરવા લાગી બસ આજ બાબત ઉપરોક્ત મહત્વ અને મર્યાદાને સપર્શે છે .....આ માત્ર ઉદાહરરૂપ રજુ કરેલ છે માત્ર સમજવા પૂરતું... પાછા લખતા નહિ આવું હો....પછી કેતા નહિ કે આવી આવે...છે.


one more post click to below link ↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓




...........
થેન્ક્સ પોસ્ટમાં સમય આપવા બદલ ...પોસ્ટ  best હોય તો શેર જરૂરથી કરજો ........