પ્રાર્થના સભામાં રજૂ કરવામાં આવ્યા છે તેવાં સંચાલન રૂપરેખા તૈયાર કરવામાં આવેલ છે જે અહી પોસ્ટમાં પ્રસ્તુત રજુ કરવામાં આવી છે.
સૌપ્રથમ પ્રાર્થનાસભા સંચાલનની શરૂઆત કોઈ નાની એવી પંક્તિ કે કોઈ શાયરી કે સુવિચારથી કરી શકાય છે. જેનાથી તમારી પ્રાર્થના સભા સુચારુ સંચાલન બની શકે. તો સરસ મજાનાં એક ઉદાહરણ સ્વરૂપે સમગ્ર પોસ્ટ લખાણ સ્વરૂપે અને ચિત્ર સ્વરૂપે અહીંયા મૂકેલી છે .તે તમે વાંચી લેજો સંપૂર્ણ પોસ્ટ તમને ખૂબ ઉપયોગી થશે. સંપૂર્ણ પોસ્ટ વાંચજો અને પોસ્ટના અંતે બીજી પોસ્ટની પણ તમને લિંક મળશે તેના પર પણ ક્લિક કરી અને તે પોસ્ટ પણ અચૂક વાંચો. આવી ઘણી બધી પ્રાર્થના સભાની પોસ્ટ છે , તેનો અચૂક અભ્યાસ કરજો જે તમારા સંચાલનને ખૂબ જ સરસ આત્મવિશ્વાસ સાથે રજૂ થાય તેવું બનાવી દેશે. તેવી શુભકામના સાથે આગળ વધીએ.
પ્રાર્થના સભામાં રજૂ કરવામાં આવી હોય તેવી વાતોનુ સમગ્ર આયોજન સંપૂર્ણ સમજ સાથે અહી પોસ્ટમાં પ્રસ્તુત રૂપરેખા તૈયાર કરવામાં આવેલ છે.
તો ચાલો આજે આપણે જાણીએ....
*પ્રાર્થનાં માટે પૂર્વભૂમિકા*
સૌપ્રથમ સારી પંક્તિથી શુભ સવાર અને જય શ્રી કૃષ્ણ કરવાનું એવી પંક્તિ નમૂના સાથે સમજ મેળવીએ એને આપણે જાણીએ
" અંતરે રહેવા છતાં અંતરમાં , અંતરાય વગર અતરની જેમ મહેકતા રહે એનું નામ સબંધ " .
બધાને ગુડ મોર્નિંગ ...જય શ્રી કૃષ્ણ..... શુભ સવાર ...જય મહાદેવ
જિંદગી એ પેન ડ્રાઈવ નથી કે મનપસંદ ગીત વગાડી શકાય જિંદગી તો રેડિયા જેવી છે , કે ક્યારે ક્યુ ગીત વાગે એને ખબર જ ના હોય. ક્યારેક ક્યાંક ને ક્યાંક ? ઉતાર ચઢાવો આવતા રહે છે , પણ એ બધાની વચ્ચે જે દિવસની શરૂઆત હંમેશા હસતા ચહેરે થાય તો આપણા ઘણા ખરા દુઃખો હળવા થઈ શકે છે , તો ચાલો આજે આપણે માનસિક શાંતિ માટે પ્રાર્થના કરીએ
પછી .....પ્રાર્થના વાગશે ....ત્યારબાદ આગળ વધીએ આગળ વાંચતા જાવ હજુ તમને સંપૂર્ણ સંચાલન લખાણ સ્વરૂપમાં અને ચિત્ર સ્વરૂપમાં પણ મળી રહેશે. લખાણ સ્વરૂપે તૈયાર સામગ્રી હજૂ image થી આગળ વાંચતા જાવ હજુ તમને સંપૂર્ણ સમજ સાથે અહી પોસ્ટમાં લખ્યું છે.
ત્યારબાદ.... ધૂન કે ભજન
ભક્તિ માટે સૃષ્ટિના સર્જનહારનું ધ્યાન કરવું આવી જ સરસ મજાની પ્રાર્થના કર્યા બાદ હવે આપણે આગળ વધીએ તો કહેવાય છે, ને કે શક્તિ સ્વરૂપ માતા બ્રહ્મચારીણી માતાનું વરદાન પામવાનું અવસર જ્યારે માતા પાર્વતીએ ભગવાન શંકરને મેળવવા ટાઢ અને તડકો અને ભૂખ સહન કરીને અતિ કઠિન તપ કર્યું હતું. ભક્તિ જ હોય ને બ્રહ્માજીએ તેમને ભગવાન શંકર અચૂક મળશે એવું વરદાન આપ્યું હતું.
જેમ માતા પાર્વતીએ ભગવાનમાં વિશ્વાસ રાખી એમની ભક્તિ કરી એમ આપણે પણ ભગવાનમાં શ્રદ્ધા આસ્થા અને વિશ્વાસ રાખી ભજન સ્વરૂપે એમની ભક્તિ કરીએ , તો આવું જ સરસ મજાનું ભજન લઈને આવે છે જે .....ભાઈ કે....... બેન આવતા હોય તેનું નામ લેવાનું અને ત્યારબાદ ધૂન કે ભજન શરૂ થશે..........
ત્યારબાદ........ વકતવ્ય
વક્તવ્ય તો કહેવાય છે કે , જે મિનિટ જાય છે .એ પાછી નથી આવતી અને જે જાણવા છતાં આપણે કેટલી બધી મિનિટો બરબાદ કરીએ છીએ તો આવી બે પાંચ મિનિટ બરબાદ કરવાના બદલે જો બે - પાંચ મિનિટનું વક્તવ્ય સાંભળીને એમાંથી કંઈક પ્રેરણા સ્વરૂપ વાતો મળે તો આવી વાતો અચૂક મેળવવી જોઈએ તો ચાલો આજની પ્રાથના સભામાં વક્તવ્ય લઈને આવે છે , જે .......ભાઈ કે .........બેન આવતા હોય તેનું નામ.... લેવાનું.......
ત્યારબાદ... સમાચાર......
જોઈએ તો *સમાચાર* જેને અરબી ભાષામાં અખબાર કહેવામાં આવે છે જેમાં સામાજિક , સાંસ્કૃતિક ઉજવણી ની ખબર હોય છે. જેથી આપણે માહિતગાર થઈએ તો આવા જ સમાચારથી માહિતગાર થવા માટે અને આપણને માહિતગાર કરવા માટે સમાચાર લઈને આવે છે , જે કોઈ આવતા હોય કે ......તેમનું નામ લેવાનું.....
ત્યારબાદ ......જનરલ નોલેજ સામાન્ય જ્ઞાન
"કોન કહેતા હે કામયાબી કિસ્મત તય કરતી હૈ ઇરાદો મેં જો દમ હો , તો મંજીલે ભી અક્ષર જુકા કરતી હૈ "
આ રીતે સમગ્રકાર્યક્રમનું સંચાલન રૂપરેખા તૈયાર કરવામાં આવેલ છે... જે હજુ તમને સંપૂર્ણ સમજ સાથે અહી પોસ્ટમાં આગળ વધીએ તો મળીશું..
આ પોસ્ટ ગમે તો અમારા તાલીમાર્થી ગોહિલ રક્ષાબેન નો આભાર જરૂર વ્યક્ત કરજો..આ સમગ્ર પોસ્ટની ક્રેડીટ તેમને ફાળે જાય છે
હવે આપણે શિક્ષણક્ષેત્રે કામ લાગે છે તેવી પ્રાર્થના સભામાં રજૂ કરવામાં આવ્યા હોય તેવી શેરો શાયરી દ્રારા માહિતી મેળવવાની ઈચ્છા હોય તો અહી લખેલા આયોજનને સફળ બનાવવા માટે જરુર image સ્વરૂપે તૈયાર કરવામાં આવેલ માહિતીને અચુક વાંચો અને તમારું પ્રાર્થના સભામાં સંચાલન સફળ બનાવવા માટે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી પોતાને માર્ગદર્શન મળે માટે આ લેખમાં લખેલ લખાણ તમને ખૂબ ઉપયોગી થાય તેવી શુભકામના પાઠવું છું....
0 ટિપ્પણીઓ